126મું બંધારણીય સુધારા વિધેયક , 2019
તાજેતરમાં ભારતીય સંસદ દ્વારા 126મું બંધારણીય સુધારા વિધેયક, 2019 પસાર કરવામાં આવ્યું હતુ. જે ST,SC અને એંગ્લો ઈન્ડિયન્સને લોકસભા અને રાજ્યોની વિધાનસભામાં મળેલા અનામત સાથે સંલગ્ન છે. ભારતીય બંધારણના અનુચ્છેદ 334 અનુસાર ST,SC અને એંગ્લો ઈન્ડિયન્સને આ અનામત મળેલું છે. ઈ.સ.1949 માં પ્રથમ વખત અનુચ્છેદ 334 ઉમેરવામાં આવ્યો ત્યારે તેઓને 10 વર્ષ માટે અનામત મળશે તેવી જોગવાઈ કરવામાં આવી હતી. પરંતુ જયારે તે સમયગાળો સમાપ્ત થવાનો હતો ત્યારે બંધારણીય સુધારા વિધેયક દ્વારા તેમાં વધારો કરવામાં આવ્યો છે.વર્તમાનમાં આ અનામતનો સમયગાળો 25 જાન્યુઆરી, 2020 ના રોજ સમાપ્ત થતો હોવાથી 126મું બંધારણીય સુધારા વિધેયક 2019 કેન્દ્રીય કાનૂન અને ન્યાયમંત્રી રવિશંકર પ્રસાદ દ્રારા લાવવામાં આવ્યો હતું. જે લોકસભામાં 352 વિરુદ્ધ 0 અને રાજ્યસભામાં 163 વિરુદ્ધ 0 મતથી પસાર થયું હતું.આ વિધેયક અનુસાર ST,SCને રાજ્ય વિધાનસભા અને લોકસભા માં મળેલું 2030 સુધી વધારવામાં આવ્યું છે. જયારે એંગ્લો ઈન્ડિયન્સને મળેલું અનામત રદ કરવામાં આવ્યું છે. અત્રે યાદ રહે કે ભારતના રાષ્ટ્રપતિ લોકસભામાં બે એંગ્લો ઈંડિઅયન્સની નિયુક્તિ કરી શકે છે. જયારે રાજ્ય વિધાનસભામાં 1 એંગ્લો ઈન્ડિયન્સની નિયુક્તિ જે - તે રાજ્યના ગવર્નર દ્વારા થતી હોય છે. પરંતુ આ બિલમાં તે બંને રદ કરવાની જોગવાઈ છે. આ બંધારણીય સુધારા વિધેયક રાજ્યોને પણ અસરકર્તા હોવાથી આ વિધેયક વિશિષ્ટ બહુમતી અને 50 ટકા રાજ્યોને વિધાનસભાની મંજુરીથી પસાર થાય તે ખુબ જરૂરી છે. તેથી હવે 50% રાજ્યોની વિધાનસભાઓ દ્વારા તેને પસાર કાર્ય બાદ તે રાષ્ટ્પતિ પાસે જશે અને તેમને હસ્તાક્ષર બાદ ST & SC ને મળેલ અનામતનો સમયગાળો વધી જશે. જે 25 જાન્યુઆરી 2030 સુધી કાર્યરત રહેશે. જય હિન્દ , જય ભારત